Billboard ad 1150*250

માટેલ રોડ પર સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા સ્વચ્છતા અભિયાનના શ્રીગણેશ

0 110
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી-વાંકાનેર હાઈવે સુધી વિસ્તરેલા સિરામિક ઉદ્યોગની અનેક ફેકટરીઓ ઢુવા-માટેલ રોડ પર આવેલી છે જે રોડ પર સિરામિક એકમના ઉદ્યોગપતિઓ દ્વારા સ્વચ્છતા અભિયાન માટે મીટીંગ મળ્યા બાદ સ્વચ્છતા અભિયાન શરુ કરાયું છે અને ત્રણ દિવસમાં માટેલ રોડને સ્વચ્છ બનાવવાનું ઉદ્યોગપતિઓએ બીડું ઝડપ્યું છે

        માટેલ રોડમાં બેફામ ગંદકીને પગલે ક્યુબો સિરામિક ખાતે ઉદ્યોગપતિઓની મીટીંગ મળી હતી જે મીટીંગમાં માટેલ રોડ ખાતે ઉદ્યોગપતિઓ સ્વચ્છતા અભિયાન ચલાવે તેવી ચર્ચામાં સૌ કોઈએ સહમતી દર્શાવી હ્તીત અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરી દેવામા આવ્યો હતો અને આજે ક્યુબો સિરામિક ફેક્ટરી આસપાસ કચરો ઉઠાવીને ઘાસ કાઢવા સહિતની સ્વચ્છતા સંબંધિત કામગીરી કરવામાં આવી હતી અને માટેલ મેઈન રોડ તેમજ અંદરના રોડ પર કચરો સાફ કરીને સ્વચ્છતા અભિયાન ચલાવાશે અને ત્રણ દિવસમાં માટેલ રોડને ચોખ્ખો કરવા પણ બીડું ઝડપ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat