


શ્રી મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા તા. ૦૬ ને શનિવારના રોજ શ્રી દરિયાલાલ પ્રભુની પ્રાગટ્ય જન્મ જયંતી મહોત્સવની ઉજવણી દરિયાલાલ મંદિર, નહેરુ ગેઇટ મોરબી ખાતે કરવામાં આવશે
દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી નિમિતે સવારે ૦૬ થી ૭ કલાકે દરિયાલાલ પ્રભુની આરતી, સવારે ૦૭ : ૩૦ થી ૮ કલાકે પ્રભુ ભજન, સવારે ૦૮ : ૩૦ થી ૯ કલાકે રામાયણ પ્રવર્ચન તેમજ સવારે ૦૯ : ૩૦ થી બપોરે ૩ સુધી વરુણ યજ્ઞ અને શ્રી ફળ હોમવામાં આવશે જે વરુણ યજ્ઞના યજમાન પદે મુકેશભાઈ સોમચંદભાઈ ચંદારાણા અને ગીતાબેન ચંદારાણા પરિવાર સાતક બેસશે તેમજ સાંજે ૦૬ થી રાત્રીના ૦૯ : ૩૦ સુધી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ ભોજનશાળા ખાતે પ્રસાદ સમૂહ ભોજન યોજાશે