શ્રીના પારેખે ધો.૧૨ CBSE માં ૯૫ ટકા માર્ક્સ મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું



તાજેતરમાં ધોરણ ૧૨ CBSE ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે મોરબીની શ્રીના પારેખે ધો ૧૨ સીબીએસઈ ઈંગ્લીશ મીડીયમમાં ૯૫ ટકા જવ્વ્લંત પરિણામ મેળવીને જૈન સમાજ અને મોરબીનું ગૌરવ વધાર્યું છે.
મોરબીના રહેવાસી ભાવેશભાઈ નવીનચંદ્ર પારેખની દીકરી અને દીપક પારેખ (ઓરેવા ગ્રુપ) ની ભત્રીજી શ્રીના પારેખે ધોરણ ૧૨ CBSE ઈંગ્લીશ મીડીયમમાં ૯૫ ટકા મેળવીને ઉજ્જવળ પરિણામ હાંસલ કરતા શાળા પરિવાર તેમજ તેના પરિવાર અને જૈન સમાજે શ્રીના પારેખને અભિનંદન પાઠવ્યા છે.
નાનપણથી જ અભ્યાસમાં ખુબ જ હોશિયાર અને મહેનતુ એવી શ્રીના પારેખની સિદ્ધિ બદલ પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે તેમજ સ્પર્ધાત્મક ગુજકેટની પરીક્ષામાં પણ તેણે ૯૫.૭ ટકા મેળવીને ઝળહળતી સિદ્ધી પ્રાપ્ત કરી છે જે અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી પાડશે

