



ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં ટંકારા માં શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાલય માં ધો. 10માં ચા વાળાની દીકરી વકાતર તુલસી મુનાભાઈ પ્રથમ નંબરે PR 93.65 સાથે શાળામાં પ્રથમ આવેલ છે.
વકાતર તુલસીના પિતા દેરી નાકા રોડ ઉપર ચાની કીટલી ચલાવે છે. ભરવાડ સમાજમાં પણ હવે શિક્ષણનું મહત્વ સમજાયું છે તેણે ખાનગી શાળા ના બદલે ગ્રાન્ટેડ શાળામાં પોતાની પુત્રી ભણાવી શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે.દેકાવડિયા રશ્મિન ઇલમુદીન 90.92 PR સાથે બીજાં નંબર તથા ભાલોડિયા પિયુષ નિલેશ ભાઇ 90.76 PR સાથે ત્રીજા નંબર મેળવેલ છે. આચાર્ય એલ..વી. કગથરા તથા સંચાલક મંડળે અભીનંદન આપેલ છે.



