મોરબી નગરપાલિકાની પેટા ચુંટણીમાં ફોર્મ ભરવાના ભાજપે કર્યા શ્રીગણેશ

ભાજપના ત્રણ ઉમેદવારો, ત્રણ ડમી ફોર્મ ભરાયા

મોરબી નગરપાલિકાના ચાર વોર્ડની છ બેઠક માટેની પેટા ચુંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ફોર્મ ભરવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે જેમાં આજે ભાજપના ત્રણ ઉમેદવારો અને ત્રણ ડમી સહીત છ ફોર્મ ભરવામાં આવ્યા હતા

મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના બાગી સાત સદસ્યો ડીસક્વોલીફાઈડ થયા બાદ પેટા ચુંટણીઓ યોજાનાર છે જેમાં એક બેઠકની પેટા ચુંટણી સ્થગિત થતા હવે ચાર વોર્ડની છ બેઠકો માટે ચુંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં આજે વોર્ડ નં ૦૧ માં ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન હરેશભાઈ બુચ તેમજ બે ડમી ઉમેદવાર ચંદ્રકાંત પટેલ અને જીજ્ઞાશાબેન અમિતભાઈ ગામીએ ફોર્મ ભર્યા છે

જયારે વોર્ડ નં ૦૩ માં ભાજપના ઉમેદવાર પ્રવિણાબેન ત્રિવેદી અને ડમીમાં આરતીબેન વ્યાસે ઉમેદવારી ફોર્મ ભર્યું છે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ઉપસ્થિતિમાં ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રીગણેશ કર્યા હતા

Comments
Loading...
WhatsApp chat