



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના ધૂળકોટ ગામે જુગાર રમતા ચાર શખ્સોને તાલુકા પોલીસની ટીમે રૂ. ૪૭ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. એક શખ્સ નાશી જતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબીના તાલુકા પી.એસ.આઈ આર.એ.જાડેજા તેમજ મહિપતસિંહ જાડેજા, દિનેશભાઇ બાવળિયા, જુવાનસિંહ ઝાલા, અશોકભાઈ ખાભરા, હિતેશ ચાવડા અને અમિતભાઇ વાસદડિયા ધૂળકોટ સહિતનો સ્ટાફ પેટ્રોલીગીમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ધૂળકોટ ગામે સીમમાં દરોડા પાડતા પતા ટીચતા અમરશીભાઈ તુલસીભાઈ ચોટલીયા, અમરશીભાઈ કેશવજીભાઈ રાઘવાણી, નરશીભાઈ લાલજીભાઈ સાપરિયા અને દિનેશભાઇ દામજીભાઈ રાઠોડને રૂ. ૧૨,૨૫૦ અને બાઇક બે કિંમત રૂપિયા ૩૫ હજાર કુલ રૂપિયા ૪૭,૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્ય હતા જ્યારે એક આરોપી જયંતીલાલ ઉર્ફે દિકુ દામજીભાઈ ચાવડા નાશી જતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરવમ આવી છે



