


મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા મહારાજા વાઘજી ઠાકોર બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ વાઘજી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
તા. ૭ એપ્રિલના રોજ મોરબીના મહારાજા વાઘજી ઠાકોર બાપુની જન્મ જયંતિ હતી. મોરબીની સાર્થક વિદ્યામંદિરે આ દિવસે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મહારાજા વાઘજી ઠાકોર બાપુની જ્ન્મ જ્યંતિ નિમિત્તે પ્રતિમાને શાળાના બાળકોએ પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. આટલા વર્ષો પછી પણ મોરબીના લોકો મહારાજા વાઘજી ઠાકોર બાપુને ભૂલ્યા નથી અને તેની આજે પણ માનતા રાખે છે.

