Billboard ad 1150*250

મોરબી સિવીલ હોસ્પિટલ ના ટ્રોમા સેન્ટરમાં પીવાના પાણીના પણ સાંસા

0 43
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જિલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલમાં દર્દીઓના એકસ-રે, સોનોગ્રાફી, અને સિટી સ્કેન ની સુવિધાઓ મળી રહે તેવા હેતુથી તા ૮-૩-૨૦૧૫ ના રોજ કચ્છ સાંસદ વિનોદ ચાવડા,માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું. પરંતુ ચાર-ચાર વર્ષ થવા છતાં ટ્રોમાં સેન્ટર માં પીવાના પાણીની કોઈ જ સુવિધાઓ ઉપલબ્ધ નથી.

Post ad 2

જ્યારે સોનોગ્રાફી રીપોર્ટ કરાવ્યા પહેલા મીનીમમ દોઢ થી બે લીટર જેવું પાણી પીવાની ડોકટર સલાહ આપે છે. જેથી સોનોગ્રાફી રીપોર્ટ સ્પષ્ટ આવે. પણ ટ્રોમાં સેન્ટરમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી નાછુટકે દર્દીઓએ બહારથી પાણીની બોટલો મંગાવી પડી રહી છે. તે ઉપરાંત ટ્રોમાં સેન્ટરમાં છેલ્લા પંદરક દિવસથી એક એસી અને બીજુ સાતક દિવસથી બંધ પડેલ છે. આ અંગે અધિક્ષક ને રીપોર્ટ કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી બે માંથી એક પણ એસી ચાલુ કરવામાં આવ્યા નથી

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અનેક પરેશાની 

        ચાર ચાર વર્ષ થી કાર્યરત ટ્રોમાં સેન્ટરમાં આજ દિન સુધી સર્વન્ટ ફાળવાયા નથી. જે તે વોર્ડ માં એડમીટ હોય કે પછી ઈમરજન્સી વોર્ડના દર્દીઓને એકસ-રે, સોનોગ્રાફી, કે સિટી સ્કેન કરવાના હોય તો જે તે વોર્ડના સર્વન્ટો દર્દીઓને ટ્રોમાં સેન્ટરમાં મુકીને જતાં રહે છે. અને ટ્રોમાં સેન્ટરમાં સર્વન્ટ નો હોવાથી રીપોર્ટ કરાવવામાં દર્દીના સગાને રહેવાનું હોય છે. પરંતુ બિનવારસી દર્દીઓના રીપોર્ટ કરવામાં ભારે હાલાકી પડે છે. જેથી ત્યાં હાજર અન્ય દર્દીઓના સગાઓએ મદદે જવું પડે છે. છતાં પ્રસાસન દ્વારા ટ્રોમાં સેન્ટર માં સર્વન્ટ ફાળવવા તસ્દી લેતું નથી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat