Billboard ad 1150*250

માળીયાના ખાખરેચી ગામે સસ્તા અનાજની દુકાનને સીલ કરાઈ

0 88
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ગ્રામજનોની ફરિયાદ બાદ મામલતદાર ટીમે કરી કાર્યવાહી

        માળિયા તાલુકાના ખાખરેચી ગામે સસ્તા અનાજની દુકાન અંગે મળેલી ફરિયાદ બાદ આજે મામલતદાર સહિતની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાન સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના ખાખરેચી ગામમાં વિનુભાઈ પરમારના લાયસન્સ હેઠળ ચાલતી સસ્તા અનાજની દુકાન સમયસર ખુલતી ના હોય અને ગ્રાહકોએ આ મામલે પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી હોય જેથી જીલ્લા પુરવઠા તંત્રની સુચનાને પગલે આજે મામલતદાર સી બી નીનામા અને નાયબ મામલતદાર સહિતની ટીમ ગામમાં પહોંચી હતી અને સસ્તા અનાજની દુકાન સીલ કરવાની કાર્યવાહી કરી હતી તે ઉપરાંત દુકાનમાં રહેલ ઘઉં, ચોખા, કેરોસીન, ખાંડ અને તુવેરદાળ સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને મામલતદાર ટીમે આ મામલે પુરવઠા વિભાગને રીપોર્ટ સોપવા કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat