મોરબીમાં ગુજરાતી શોર્ટ ફિલ્મ “ખાનદાનનું ખોરડું” નું શૂટિંગ, Video

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર લાલજીભાઈ મહેતા દ્વારા નવી શોર્ટ ફિલ્મ “ખાનદાનનું ખોરડું” બનાવવામાં આવી રહી હોય જે શોર્ટ ફિલ્મનું આજે મુર્હત યોજવામાં આવ્યું હતું શોર્ટ ફિલ્મનું શૂટિંગ મોરબીમાં પણ થવાનું હોય આજે મુર્હત કરીને શૂટિંગ કરવામાં આવ્યું હતું શોર્ટ ફિલ્મ વિષે પ્રોડ્યુસર લાલજીભાઈ મહેતા જણાવે છે કે ગોવા ખાતે આગામી ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ એવોર્ડ યોજાનાર છે જેમાં મોરબીમાં બનેલી ખાનદાનનું ખોરડું ફિલ્મ રજુ કરાશે ફિલ્મ વિષે જણાવે છે કે સામાજિક થીમ પર આધરિત ફિલ્મ છે જે વૃદ્ધ માતાપિતાની સેવા કરવાનો સંદેશ આપે છે ફિલ્મમાં દત્તક લીધેલા પુત્ર અને સામાજિક તાણાવાણાને સાંકળી લેવામાં આવ્યા છે જયારે ફિલ્મમાં એક્ટિંગ કરનાર શૈલેશ પંડ્યા જણાવે છે કે તે છેલ્લા ૩૫ વર્ષથી એક્ટિંગ સાથે જોડાયેલા છે અને આ શોર્ટ ફિલ્મમાં પણ તેઓ રોલ ભજવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat