


મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા સૌપ્રથમ વખત શરદપુનમ રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે શરદ પુનમની રઢિયાળી રાતે લોકોની સુરક્ષા કરતા પોલીસ જવાનો પરિવાર સાથે રાસ ગરબે ઘૂમશે
પોલીસના અધિકારીઓ અને જવાનો નવરાત્રીના પર્વમાં બંદોબસ્તમાં તૈનાત હોય જેથી નવરાત્રીના તહેવારોને માણી સકતા ના હોય જેથી જીલ્લા પોલીસવડા દો કરનરાજ વાઘેલાએ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસના જવાનો પોતાના પરિવાર સાથે રાસ ગરબે ઘૂમી સકે તેવા હેતુથી શરદ પુનમ રાસ ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે તાલુકા પોલીસ લાઈન સામાકાંઠે મોરબી ૨ ખાતે આજે રાત્રીના શરદ પુનમની રઢિયાળી રાત્રીના પોલીસના જવાનો પરિવાર સાથે ગરબે ઘૂમવાનો આનંદ લેશે
પોલીસ પરિવાર આયોજિત શરદ પુનમ રાસ ગરબા ઉત્સવમાં જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી, એલસીબી, એસઓજી ના જવાનો તેમજ તમામ પોલીસ મથકોના પોલીસ જવાનો પરિવાર સાથે ગરબે ઘૂમશે અને શરદ પુનમની ઉજવણી કરશે