શાપર ગમેથી યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, કુતરાએ ફાડી ખાધાની આશંકા

        મોરબીન નજીકના શાપર ગામે અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને યુવાનના મોતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

        મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવ્યાની ગામના સરપંચે જાણ કરતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને યુવાનના મોત અંગે તપાસ ચાલવી હતી જેમાં આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન શાપર ગામનો વતની રમેશ ગોવિંદ માલણીયાત જાતે દેવીપુજક હોવાનું જાણવા મળ્યું હતું

        તેમજ યુવાનના મૃતદેહને કુતરાએ ફાડી ખાધો હોય તેવી આશંકાને પગલે પોલીસે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે. યુવાનના મોત અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ તાલુકા પીએસઆઈ શક્તિસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat