Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં શીતળા સાતમ નિમિતે શીતળા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જામી

હાલ તહેવારોની મોસમ જામી છે અને સૌરાષ્ટ્ર પંથકમાં રાંધણ છઠ્ઠથી તહેવારનો માહોલ જોવા મળે છે જેમાં આજે શીતળા સાતમનાં દિવસે શહેરના દરબાર ગઢ નજીક આવેલા મંદિરે ભક્તોની ભીડ જામી હતી મોરબીમાં પ્રાચીન એવા શીતળા મંદિરે દર્શન કરવા સવારથી ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો બાળકોમાં થતા ઓરી, શીતળા જેવા રોગો સામે રક્ષણ આપતી શીતળા માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા અને બાળકોને દર્શન કરાવવા મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી તો વળી મોરબીનું મંદિર પ્રાચીન હોય જેની સુવાસ દુર દુર સુધી ફેલાયેલી હોય જેથી મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો

Comments
Loading...
WhatsApp chat