


કળયુગમાં જે દેવને તત્કાળફળ આપનાર કહ્યા છે તે ન્યાયના કારક એવા સૂર્ય પુત્ર શનિદેવનો આજ જન્મદિવસ વૈશાખવદ અમાસના દિવસો થયો હતો તેથી આ દિવસને શની જયંતી તરીકે ઓળખવામાં આવે છે.આજના દિવસ નિમિતે હાથલા સહીત સૌરાષ્ટ્રભરમાં શની મંદિરો ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે હાથલા ખાતે દેશભર માંથી શનિદેવના ભક્તો દર્શનાર્થે જાય છે.આજ દિવસે શનીદેવની પૂજા અર્ચના કરવાથી પાપ,દ્વેષ અને પનોતી માંથી મુક્તિ મળે છે તેમજ શની મંત્રનો જાપ કરવાથી દુઃખ દુર થાય છે તેવું માનવામાં આવે છે.મોરબીમાં પરસોતમ ચોકમા મોરબીનું સૌથી જુનું શનિદેવનું મંદિર આવેલું છે.જ્યાં લોકો પ્રતિ દિવસ દર્શનાર્થે જાય છે પરંતુ આજના ખાસ પ્રવિત્ર દિવસે યજ્ઞ કરવામાં આવે છે તેમજ લોકો સવારથી શનિદેવની પૂજા અર્ચના કરી શાંતિ અને સુખની અનુભૂતિ કરે છે.

