


પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 15 દિવસથી ઉપવાસ પર છે ત્યારે તેને સમર્થન આપવા માટે ઠેર ઠેર રામધૂન અને ઉપવાસ કરવામાં આવી રહ્યા છે.
પાટીદાર અનામત આંદોલના પ્રણેતા હાર્દિક પટેલ 15 દિવસથી ખેડૂતોનું દેવું માફ થાય, પાટીદાર સમાજને અનામત મળે અને અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત એમ ત્રણ માંગણીઓને લઈને ઉપવાસ પર છે ત્યારે હાર્દિક પટેલના સ્વસ્થ્ય સારું થઈ અને સમર્થન આપવા માટે ઠેર ઠેર ઉપવાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના શનાળા ગામે પાટીદાર સમાજ દવારા રામધૂન યોજવામાં આવી હતી.તેમજ હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય સુધરે તે માટે પ્રાર્થના કરવમાં આવી રહી છે.
તેમજ ટંકારના અમરાપર ગામે હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન યોજાઈ હતી.જેમાં પાટીદાર સમાજ સાથે મુસ્લિમ સમાજના ભાઈઓ પણ જોડાયા હતા અને હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે દુવા માંગી હતી.