મોરબી જીલ્લામાં શાળા પ્રવેશોત્સવ યોજાશે.

રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ગ્રામ્ય કક્ષાએ તા.૮-9-૧૦ ના અને શહેરી કક્ષાએ તા.૨૨-૨૩-૨૪ જુનના રોજ જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ૫૯૩ પ્રાથમિક સ્કુલમાં યોજાશે.જેમાં કુલ ૧૦૨૫૬ બાળકોને ધો.૧ માં પ્રવેશ આપવામાં આવશે.મોરબી જીલ્લા પ્રવેશોત્સવનું આયોજન કલેકટર આઈ.કે.પટેલ,મોરબી જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખાટાણાની અધ્યક્ષાતામાં કરવામાં આવશે.જેમાં મોરબી જીલ્લાની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાનો પ્રવેશોત્સવ ગ્રામ્ય વિસ્તારનો તા.૮ જુન થી શરુ થશે.જેમાં રાજ્ય કક્ષાના ૧૫ અધિકારીઓ અને ગ્રામીણ વિકાસ મંત્રી જયંતીભાઈ કાવડિયા તથા જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહી બાલકોના ઉત્સાહમાં વધારો કરશે.

Comments
Loading...
WhatsApp chat