ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંધના ઉપપ્રમુખ પદે શૈલેશભાઈ સાણજાએ શપથ લીધા

ગાંધીનગર ખાતે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંધના નવનિયુક્ત હોદેદારોની શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.જેમાં મોરબીના શૈલેશભાઈ સાણજાએ શપથ લીધા હતા અને બાદમાં તમામ નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

તાજેતરમાં ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંધ ગાંધીનગરની ચુંટણીમાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીશભાઈ પટેલ ચુંટાયા હતા.તો ગઈકાલના રોજ ગાંધીનગર શૈક્ષણિક સંશોધન કેન્દ્ર “ચાણકય” ભવન ખાતે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંધના નવનિયુક્ત હોદેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.આ શપથગ્રહણમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધના કોષાધ્યક્ષ તરીકે ભાભલુંભાઈ વરુ. અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધના ઉપપ્રમુખ તરીકે મોરબીના યુવાન અને કાર્યદક્ષ શૈલેષભાઈ સાણજાફરજ બજાવતા હતા અને ફરી તેમણે શપથ ગ્રહણ કર્યા હતા.શૈલેશભાઈ સાણજા ફરી ઉપપ્રમુખ બનતા મોરબી શિક્ષક સંધમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.મોરબીના જીલ્લા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ મણીલાલ સરડવા સહિતની ટીમે તમામ હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.

Comments
Loading...
WhatsApp chat