ખેડૂત આંદોલનનો સાતમો દિવસ : જાણો સાતમાં દિવસે ખેડૂતોએ કેવી રીતે નોંધાવ્યો વિરોધ ?

૨૦ ગામના ખેડૂતો નર્મદા નીર નાં મળે ત્યાં સુધી લડી લેવા મક્કમ

ડેમી સિંચાઈ યોજના હેઠળના જળાશયોમાં નર્મદા નીરની માંગ સાથે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે જેના સતત સાતમાં દિવસે ખેડૂતોએ નવતર પ્રયોગ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં આજે ખાલી જળાશયમાં પાણી ઠાલવીને જળચર જીવોને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો

ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી ૨ અને ડેમી ૩ ડેમ ખાલીખમ હોય અને આ જળાશયમાં નર્મદા નીર અપાય તો ૨૦ ગામના ખેડૂતોના ઉભા પાક બચી સકે તેમ હોવાથી ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ ખેડૂતો આંદોલના ચલાવી રહ્યા છે જેમાં સતત છ દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે

તો આજે સાતમાં દિવસે ખેડૂતોએ નવતર પ્રયોગ થકી વિરોધ દર્શાવ્યો હતો જળાશય ખાલીખમ છે જેથી માછલી જેવા જળચર જીવો પણ મોતને ભેટે તેમ હોવાથી ખેડૂતોની નાની બાળાઓએ પાણીના ગ્લાસ નાખીને જળચર જીવોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ખેડૂતોએ પોતાની વેદના રજુ કરી સરકાર નર્મદા નીર આપે તેવી માંગ કરી છે તો નર્મદા નીર ના મળે ત્યાં સુધી લડી લેવાની મક્કમતા પણ ખેડૂતોએ દાખવી છે

Comments
Loading...
WhatsApp chat