

હળવદ તાલુકાના ટીકર ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા સાત શકુનીને ૧.૮૬ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી. ટીમ હળવદ વિસ્તારમાં પેત્રોલીમાં હોય દરમિયાન હળવદ તાલુકન ટીકર ગામે આવેલ નાનજીભાઈ ઘનજીભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલ નાનજીભાઈ ઘનજીભાઈ ચાવડા, ઈશ્વરભાઈ કાશીરામભાઈ સીણોજીયા, કરમશીભાઈ હરજીભાઈ હડીયલ, પ્રેમજીભાઈ વિરજીભાઈ એરવાડીયા, મનસુખભાઈ ઉર્ફે મંત્રી બેચરભાઈ એરવાડીયા, રતિલાલ રામજીભાઈ એરવાડિયા અને સંજયભાઈ શંકરભાઈ એરવાડિયાને રોકડરકમ રૂ,૧,૮૬,૦૦૦ સાથે ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.