કાંતિપુર ગામેથી રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, સાત પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી તાલુકાના કાંતિપુર ગામેથી રહેણાંક મકાનમાં જુગાર રમતા મકાન માલિક સહિતના સાત પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ૯૯,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી દ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના કાંતિપુર ગામે રહેતા દિનેશ રેવાભાઈ કલોલા પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉધરાવી જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા મકાનમાલિક દિનેશ રેવાભાઈ પટેલ, જગદીશ ચતુરભાઈ પટેલ, ચંદુલાલ જેરામભાઈ પટેલ, સુનીલ મનહરભાઈ પટેલ, અલ્પેશ ગોવિંદભાઈ પટેલ, ચંદુલાલ નરશીભાઈ પટેલ અને સુરેશ ગાંડુભાઈ પટેલને રોકડ રકમ રૂ.૯૯,૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat