


હળવદ તાલુકાના ચુપણી ગામે રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી સાત પત્તાપ્રેમીઓને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ચુપણી ગામે રમેશ વિઠલભાઈ પટેલના મકાનમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા રમેશ વિઠલભાઈ પટેલ, ખીમા ગોવિંદ કોળી, હિરેન ચંદુ પટેલ, હીરા દેવશી કોળી, રધુ ગાંડુભાઈ કોળી,પરસોતમભાઈ ઉર્ફે મુન્નો મગનભાઈ મકવાણા અને ભરત મગનભાઈ ઓળકિયાને રોકડ રકમ રૂ. ૨૬૯૦૦ તથા ૫ મોબાઈલ કીમત રૂ.૯૦૦૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.