રફાળેશ્વર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબના રફાળેશ્વર અરુણ ઓટો સ્પ્રિંગ નામના કારખાનામાં પાછળ જાહેરમાં જુગાર રમતા સાત શકુનીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રફાળેશ્વર ગામ નજક આવેલ અરુણ ઓટો સ્પ્રિંગ કારખાના પાછળ આવેલ ઈંટના ભઠ્ઠા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા રમેશભાઈ વેલાભાઈ રાણગા, હરેશભાઈ કરશનભાઈ ચાવડા, વિજયભાઈ ધીરુભાઈ ચૌહાણ, ચતુરભાઈ લાલજીભાઈ સતાપરા, ભગવાનજીભાઈ મનસુખભાઈ કણસાગરા, મકાભાઈ છેલાભાઈ રાણગા અને કાનાભાઈ કુકાભાઈ ગમારાને રોકડ રકમ ૨૫૧૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat