Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના વેજલપર ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

રોકડા-મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લેવાયો

માળિયા પંથકમાં જુગારના દરોડામાં વધુ સાત જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે વેજલપર ગામે પોલીસે દરોડો કરી જુગારીઓને દબોચી લઈને રોકડ તેમજ મોબાઈલ જપ્ત કર્યા છે.

માળિયાના વેજલપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો કરતા આરોપી વિક્રમભાઈ મનજીભાઈ ગડેશીયા, કમલેશ ભગવાનજીભાઈ ગડેશીયા, જગદીશભાઈ વસંતભાઈ ગોસ્વામી, અજયભાઈ દિનેશભાઈ ગોસાઈ, રવજીભાઈ ભૂપતભાઈ ગડેશીયા, જગદીશભાઈ મગનભાઈ ગડેશીયા અને મુકેશભાઈ લાભુભાઈ ગડેશીયા એમ સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ ૯૭૭૦ અને મોબાઈલ નંગ ૦૭ કીમત ૮૫૦૦ મળીને કુલ ૧૮,૨૭૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat