

મોરબી વાંકાનેર હાઈવે પર આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કરીને સાત પત્તાપ્રેમીઓને દબોચી લઈને રોકડ 1.૦૮ લાખ જપ્ત કરી છે.
રાજકોટ રેંજ આઈજી ડી.એન.પટેલની સુચના અને એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસની ટીમે બાતમીને આધારે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલા ભક્તિ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દરોડો કરતા જુગાર રમી રહેલા દીપકભાઈ પ્રમોદભાઈ સિંધપુરા, દિલીપભાઈ નારણભાઈ કાનાબાર, પ્રભુભાઈ નરશીભાઈ બાવરવા, પ્રાણજીવન ભાણજીભાઈ ચારોલા, જયેશ જીવાભાઈ મકવાણા, શોયબ સુભાન લોલાડીયા, સોનુસિંગ પ્રકાશસિંગ શેખાવત એમ સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને તેની પાસેથી રોકડ રકમ 1,૦૮,૦૦૦ જપ્ત કરી મોરબી તાલુકા પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.