મોરબીમાં સીએમના પુતળા દહન મામલે પાસના સાત કાર્યકરો સામે ગુન્હો નોંધાયો

જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધાયો

        મોરબીમાં સોમવારે સાંજે પાસના કાર્યકરો દ્વારા સીએમ વિજય રૂપાણીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જે મામલે એ ડીવીઝન પોલીસે પાસના સાત કાર્યકરો સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

        મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીએ ફરિયાદી બનીને આરોપી મનોજ ગોવિંદભાઈ કાલરીયા, નિકુંજ મકનભાઈ દેસાઈ, મનોજ જીવરાજભાઈ પનારા, શૈલેષ કાનજીભાઈ સંઘાણી, અમિત બોપલીયા અને બે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધાયો છે જેમાં આરોપીઓએ વિજયભાઈ રૂપાણીની આકૃતિવાળું પુતળું સળગાવવા માટે લાવી ગુજરાતના સીએમ વિષે નારા લગાવ્યા હતા જેથી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કર્યાની ફરિયાદ કરી છે અને પાસના કાર્યકરો મનોજ કાલરીયા, નિકુંજ દેસાઈ, મનોજ પનારા અને શૈલેશ સંઘાણીની અટકાયત કરી છે જયારે અન્ય આરોપીની શોધખોળ ચલાવી છે  

Comments
Loading...
WhatsApp chat