



વાંકાનેરના રાણેક્પર ગામે સગીરાની છેડતી મામલે ફરિયાદ કરવા બાબતે મુસ્લિમ આધેડને સાત શખ્શોએ માર મારી ધમકી આપ્યા અંગે ફરિયાદ બાદ પોલીસે તમામ આરોપીને ઝડપી લીધા હતા જેમાં મુખ્ય આરોપી મૌલવીએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે
વાંકાનેરના રાણેકપર ગામે વસતા મુસ્લિમ આધેડની ૧૭ વર્ષની સગીર દીકરી સાથે તેના જ ગામમાં રહેતા મૌલવી શૌકતઅલી મકબુલમીયા નામના શખ્શે શારીરિક અડપલા કર્યા બાદ ફરિયાદ કરવા બાબતે અન્ય આરોપીઓ સાથે મળીને સગીરાના પિતાને ધમકીઓ આપવામાં આવી હતી જેમાં પોલીસે છ આરોપીને ઝડપી લીધા બાદ ફરાર મુખ્ય આરોપી મૌલવીને ઝડપી લીધો હતો અને મૌલવીએ મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જોકે સેશન્સ કોર્ટના જજે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે આ કેસમાં સરકારી વકીલ ધર્મેન્દ્ર આદ્રોજાની દલીલોંને ધ્યાને લઈને સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી હતી



