Billboard ad 1150*250

માં આશાપુરા જતા પદયાત્રીઓ માટે વિવિધ સંસ્થા દ્વારા સેવાકેમ્પ…

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જલારામ મંદિર દ્વારા માઁ આશાપુરા ની પદયાત્રા દરમિયાન ભુજ-નખત્રણા હાઈ વે પર માનકુવા મુકામે ભવ્ય સેવા કેમ્પ યોજાશે

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરાની આરાધનાએ જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ યોજવામા આવે છે. પ્રવર્તમાન વર્ષે મોરબી જલારામ મંદિર દ્વારા ભુજ-નખત્રણા હાઈવે પર માનકુવા મુકામે ભવ્ય સેવા કેમ્પનુ આયોજન તા.૨૩-૯ થી ૨૮-૯ દરમિયાન કરવામા આવ્યુ છે. જેમા  એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ સેવા, ચા-પાણી-નાસ્તો તેમજ ભોજન પ્રસાદની સેવા ૨૪ કલાક પ્રદાન કરવામા આવશે. આ સેવા કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલાભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, રાજુભાઈ કાવર, જયેશભાઈ કંસારા, ફીરોઝભાઈ, નવીન ભાઈ માણેક, દીનેશ સોલંકી, હસુભાઈ દેત્રોજા, પ્રવિણ ભાઈ ધામેચા સહીતના સંસ્થાના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તે ઉપરાંત સેવાકીય સંસ્થા મંગલમ્ ફાઉન્ડેશન તેમજ યુવા મિત્રો દ્વારા માઁ આશાપુરા પદયાત્રી માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી તા.૧૭/૦૯ થી તા.૨૩/૦૯ સુધી મોરબીના નવલખી બાયપાસ પાસે આવેલાં કામધેનું પાર્ટી પ્લોટ પાસે સેવાકીય સંસ્થા મંગલમ્ ફાઉન્ડેશન તેમજ મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પ ખોલવામાં આવશે..જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ પદયાત્રી માટે અલ્પાહાર તેમજ પદયાત્રીને જરૂરી વસ્તુનું વિતરણ કરવામાં આવશે.    આ વર્ષે ખાસ કરીને મેડીકલ વિભાગને વધુ મજબુત બનાવી પદયાત્રીને પગમાં થતી મુશ્કેલીનું તત્કાલમાં નિવારણ થાય એ હેતુથી જરૂરી માલિશ,મલમ અને શારીરિક રીતે સક્ષમ બની માતાજીના સાંનિધ્યમાં શ્રદ્ધાને આસ્થા સાથે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે…

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat