નાની વાવડીમાં મહિલાઓના ગોપી મંડળ દ્વારા ચાલતી સેવા પ્રવુતિ

દરરોજ રાત્રે ભજન કીર્તન, બાળકોને ભાવતા ભોજનીયા જમાડે છે.

મોરબીના નાની વાવડી ગામે મહિલાઓના ગોપી મંડળ સંગઢન છેલ્લા અગિયાર વર્ષથી સેવા પ્રવુતિ કરી રહ્યું છે. જેમાં દરરોજ રાત્રે ભજન કીર્તન કરી દસ દસ રૂપિયા ભેગા કરી ને બાળકોને ભાવતા ભોજનીયા જમાડીને પુણ્યનું ભાથું બાંધે છે.

નાની વાવડી ગામે ૩૦ જેટલી મહિલાઓનું ગ્રુપ ગોપી મંડળ ચલાવે છે. જોકે શહેરીકરણ અને આધુનિકપણાની ઘેલછામાં શહેરોની ઘણી મહિલાઓ કીટી પાર્ટી કરીને મોજ મજા કરતી હોય છે. ત્યારે નાની વાવડી ગામની મહિલાઓ ગોપી મંડળ સંગઢન ગ્રામીણ સંસ્કૃતિને છલકતી રાખી છે. અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનો જીવનમંત્ર બનાવી દીધો છે. છેલ્લા અગિયાર વર્ષથી મહિલાઓ ગામમાં સેવા પ્રવુતિ કરી રહી છે.

જેમાં દરરોજ ભજન કીર્તન કરીને ઈશ્વરની મંગલમય કામના કરવામાં આવે છે. તેમજ દર વર્ષે ગામના તમામ બટુકોને પ્રેમપૂર્વક જમાડે છે. સામાન્ય રીતે બટુક ભોજનમાં ગુંદી ગાઢીયાનો ખોરાક અપાતો હોય એવું પ્રચલિત છે. પરંતુ મહિલાઓ બાળકોને ભાવતા ભોજનીયા પોતાના હાથે શુધ્ધ આહારમાંથી બનાવીને ખવડાવે છે. જેમાં બાળકોની ડિમાન્ડ મુજબ બટેકા ભૂંગરા તથા અન્ય સ્વાદપ્રિય વાનગીઓ ખવડાવે છે. જેમાં વાસી નહી પણ જાતે બનાવેલો શુધ્ધ ખોરાક જ બાળકોને અપાય છે. મહિલાઓ દર માસે દસ દસ રૂપિયાનો ફાળો ઉઘરાવીને આ સેવા પ્રવુતિ ચલાવે છે.

Comments
Loading...
WhatsApp chat