મોરબીમાં હિંદુ-મુસ્લિમ યુવાનો દ્વારા પદયાત્રીઓ માટે સેવાકેમ્પ

કચ્છમાં બિરાજતા માં આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જતા હોય છે જેની સેવા માટે મોરબીના શનાળા બાયપાસ નજીક સેવાકેમ્પ કાર્યરત છે જે સેવાકેમ્પમાં હિંદુ અને મુસ્લિમ યુવાનો ભક્તોની સેવા કરી રહ્યા છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે શનાળા બાયપાસ નજીક સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તીનાગર સર્કલ નજીક હોન્ડાના શોરૂમ નજીક કેમ્પ તા. ૦૧ થી કાર્યરત થયો છે જેમાં મેડીકલ, ચા નાસ્તો અને ઠંડાપીણા જેવી સેવાઓ આપવામાં આવી રહી છે તો જય માતાજી પદયાત્રી સેવાકેમ્પમાં હિંદુ અને મુસ્લિમ યુવાનો સાથે મળીને પદયાત્રીઓ માટે સેવા કેમ્પમાં સેવા આપી રહ્યા છે જે સેવાકેમ્પ તા. ૦૬ સુધી કાર્યરત રહેશે જેનો ભક્તોએ લાભ લેવા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ અનુરોધ કર્યો છે

Comments
Loading...
WhatsApp chat