મોરબીના જુના નાગડાવાસ ગામે રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ

        ભારત વિકાસ પરિષદ મોરબી અને સ્વ. ગોવિંદભાઈ હીરાભાઈ રાઠોડની પુણ્યસ્મૃતિમાં તા. ૦૭ ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ : ૩૦ કલાકે જુના નાગડાવાસની પ્રાથમિક શાળા ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરેલ છે

        જે કેમ્પમાં બીપી, ડાયાબીટીસ, હૃદયરોગ, આંખના રોગ, સ્ત્રી રોગ, બાળકોના રોગ, ચામડીના રોગ, હાડકા-સાંધાના રોગ, દાંતના રોગનું સંપૂર્ણ નિદાન અને સારવાર નિશુલ્ક કરવામાં આવશે તે ઉપરાંત બ્લડ ગ્રુપીંગ, બ્લડ સુગરની તપાસ અને રીપોર્ટ તેમજ દવા પણ નિશુલ્ક આપવામાં આવશે  

        કેમ્પમાં મોરબીના જાણીતા તબીબોની ટીમ સેવા આપશે સર્વરોગ નિદાન કેમ્પનો દર્દીઓએ લાભ લેવા સંસ્થા પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ દિલીપભાઈ પરમાર, મંત્રી હરેશભાઈ બોપલીયા અને પ્રોજેક્ટ ચેરમેન ડો. જયેશભાઈ પનારાની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat