જાંબુડિયા ગ્રામ પંચાયતમાં નાણા ઉચાપતના ગંભીર આક્ષેપ, જાણો સમગ્ર મામલો

મોરબીની જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા મહાશિવરાત્રી મેળાની આવક ગ્રામ પંચાયતમાં જમા કરવાને બદલે બારોબાર વહેંચણી કરી નાણાની ઉચાપત કરવામાં આવી હોય જે અંગે જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી કાયદેસર પગલા ભરવાની માંગ કરી છે.

રફાળેશ્વર ગામના ગૌતમભાઈ સોલંકી અને મુકેશભાઈ સોલંકીએ ડીડીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રફાળેશ્વર ગામના આગેવાન ખોડાભાઈ જગાભાઇ પાંચીયાએ તા. ૩૧-૦૧ ના રોજ જાંબુડિયા ગ્રામ પંચાયત મારફત કરવામાં આવેલા મહાશિવરાત્રી મેળાની આવક ગ્રામ પંચાયતમાં જમા ના કરાવીને નાણાની ઉચાપત કરવામાં આવી છે. મેળો ગ્રામ પંચાયત દ્વારા ઉધડો રાખવામાં આવેલ અને ગ્રામ પંચાયતને અઢી લાખ રૂપિયાની આવક થઇ હતી જોકે આ રકમનો વ્યવહાર બારોબાર કરવામાં આવ્યો છે

સરપંચ અને દરેક સભ્યોને ઉચાપતમાં સરખો ભાગ મળ્યો છે તથા ગ્રામ પંચાયત તેના વિસ્તારમાં બાંધકામ મંજુરી પંચાયતના નિયમની ઉપરવટ જઈને એકપણ સભ્યને વિશ્વાસમાં લીધા વિના વહીવટ કરી મંજુરી આપે છે. આ બાબતે ખોડા જગાભાઈએ રજૂઆત કરેલ છે પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે આ અંગે તપાસ કરવામાં આવે અને કાયદેસર પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના જાંબુડિયા ગ્રામપંચાયત દ્વારા જે મહાશિવરાત્રીનો મેળો યોજવામાં આવે છે તેમાં નાંણની ઉચાપત મામલે ગામના સરપંચ રમેશભાઈનો સમ્પર્ક કરતા તેમેણ જણવ્યું હતું કે મેળાની જે મજુરી આપવામાં આવી તેમાં મારી સહી નથી આ બાબતે તાલુકા પંચાયતમાં જવાબ પણ લખાવ્યો છે અને જો નાણાની ઉચાપતની વાત આવે છે તો તંત્ર દવારા યોગ્ય તપાસ કરી અને જેણે ઉચાપત કરી હોય તેની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ

 

Comments
Loading...
WhatsApp chat