હળવદમાં 53 લાખના ખર્ચે સીનિયર સીટીઝન પાર્કનું કરાયું ખાતમુહૂર્ત

હળવદ શહેરીજનો અને સિનિયર સીટીઝનો માટે નગરપાલિકા દ્વારા હળવદના હાડ સમાં શ્રી વૈજનાથ ચાર રસ્તા પાસે 53 લાખના ખર્ચે સિનિયર સીટીઝન પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઉપરાંત ગટર વ્યવસ્થા માટે તોડી પાડેલ રોડ રીપેરીંગના કામ માટે 5.32 લાખ તેમજ વિશ્રામ ગૃહ સામે ટ્રાય એંગલ સર્કલ 17 લાખના ખર્ચે બનાવવામાં આવશે.
હળવદ નગરપાલિકાના જુદા જુદા હાથ ધરાયેલ વિકાસ કામો ઝડપભેર પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. તો સાથોસાથ નગરપાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડીના અધ્યક્ષતામાં વૈજનાથ સર્કલ પાસે સીનીયર સીટીઝન પાર્કનું આજે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં હળવદના સિનીયર સીટીઝનોના વરદ હસ્તે શ્રીફળ વધેરીને શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં શહેરના સીનીયર સીટીઝનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હળવદ નગરપાલિકાના સભ્યો દ્વારા વોર્ડ વાઈઝ રોડ, રસ્તા, લાઈટ તેમજ ગટર વ્યવસ્થાને લગતા કામોને પ્રાધાન્ય આપવા હળવદ પાલિકા પ્રમુખ દ્વારા ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નગરપાલીકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, પાલીકા ઉપ પ્રમુખ જશુબેન પટેલ, હિનાબેન મહેતા, એ.ટી.રાવલ, તપન દવે, રમેશ ભગત, સહિત રાજકીય આગેવાનો તથા પાલીકાના સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

Comments
Loading...
WhatsApp chat