રાજકોટમાં રવિવારે સેમિનાર યોજાશે

ગુજરાત ઇકોનોમિક એસોસીએશનની ૪૮મી કોન્ફરન્સ ૮ થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,ગોંડલ ખાતે યોજાનાર છે.આ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી વિસ્તારના અધ્યાપકો તથા સંશોધકો વધુ સારા સંશોધન પેપર તૈયાર કરી શકે તે હેતુ થી How To Write Research Paper On: (1) Macro Economic Implication Of Demonetization (2) Recent Trends In The development Of Agriculture In Gujarat વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન ગુજરાત ઇકોનોમિક એસોશીએસન અને શ્રી મતિ જે.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,રાજકોટના સયુંકત ઉપક્રમે જે.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,શાસ્ત્રી મેદાન,લીમડા ચોક,રાજકોટ ખાતે તા.૩ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે યોજાશે/આ બને વિષયો પર ૪૮મી કોન્ફરન્સમાં સંસોધન પેપર્સ દ્વારા વિષદ ચર્ચાઓ થનાર છે.આપનું રજીસ્ટ્રેશન કોર્ડીનેટર પ્રો.આર.આર.ટાંચક મો.૯૮૨૫૧ ૮૪૬૩૭ અને જોઈન્ટ સેક્રેટરી ડો.આર.કે.વારોતરીયા  મો.૯૪૨૭૨ ૨૨૮૨૩ પર કરવા જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat