મોરબી મેડિકલ સ્ટુડન્ટ દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનાર યોજાયો

મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દીકરીઓના ગાયનેક પ્રોબ્લેમ વિશે વિસ્તૃત સમજ આપી.

 

મેડિકલ અને પેરા મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનાર યોજયો હતો

જે સેમીનારમાં દીકરીઓને થતા ગાયનેક પ્રોબ્લેમ વિશે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું હતું કે આ એક કુદરતી પ્રક્રિયા છે જેનો ડર રાખવો જોઇએ નહિં શરમ કે સંકોચ રાખવો જોઈએ નહીં, આ દિવસો દરમ્યાન ખુબજ સ્વચ્છતા જાળવી જોઈએ સેનેટરીપેડનો ઉપયોગ કેવી રીતે કરવો ? નિકાલ કેવી રીતે કરવો વગેરે વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી, સેમિનાર દરમ્યાન વિદ્યાર્થીનીઓને એક એક ચિઠ્ઠી આપી હતી અને વિદ્યાર્થીનીઓને પડતી સમસ્યાઓ વિશે તેમજ મોટા થઈને શું બનવું છે વગેરે વિશે લખવા જણાવ્યું હતું?

તો વિદ્યાર્થીનીઓએ અવનવી સમસ્યાઓ લખી હતી કે “આવું છોકરીઓને કેમ થાય છે? એના જવાબમાં એમબીબીએસની સ્ટુડન્ટે સ્ત્રીઓની શરીર રચના વિશે આકૃતિ દ્વારા સમજાવતા જણાવ્યું કે આ એક કુદરતી રચના છે, એક વિદ્યાર્થીનિએ આ સમય દરમ્યાન હાથ પગ દુઃખવા, કળતર થવી વગેરે સમસ્યાઓ થાય છે એના જવાબમાં મેડિકલ સ્ટુડન્ટે કહ્યું કે રક્તસ્ત્રાવ થવાના કારણે અશક્તિ આવી જતી હોય છે એટલે આવી સમસ્યાઓ થતી હોય છે માટે આ પિરિયડમાં પોષણક્ષમ ખોરાક લેવો જોઈએ જેથી આ સમસ્યા નિવારી શકાય એક વિદ્યાર્થીનીએ પૂછ્યું કે પોલીસ બનવું હોય તો શું કરવું પડે?

એના જવાબમાં શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું કે પહેલા મસ્ત ખડતલ શરીર બનાવવું જોઈએ, જરૂરી અંતર સુધી દોડી શકવું જોઈએ શરીર મજબૂત અને કસાયેલું હોવું જોઈએ, પોલીસની પ્રાયોગિક પરીક્ષામાં પાસ થવું જોઈએ વગેરે વાતોની સાથે મેડિકલની તમામ ફેકલ્ટી એમબીબીએસ, એમએસ, એમડી. ડેન્ટલ, બીએએમએસ, બીએચએમએસ, ફિઝ્યો, નર્સિંગ વગેરે કોર્ષની માહિતી પૂરી પાડી હતી અંતમાં મેડિકલ સ્ટુડન્ટ તરફથી તમામ બાળાઓને સેનેટરી પેડ અર્પણ કરાયા હતા.

 

Comments
Loading...
WhatsApp chat