

મોરબી જીલ્લામા નાની વાવડી રોડ પર આવેલી સરદાર નગર સોસાયટી-3 માં ઉત્સાહભેર નવરાત્રીનું આયોજન થાય છે, ત્યારે છઠ્ઠા નોરતે મોરબીના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર કુલદીપભાઈ જેઠલોજાએ નવરાત્રીનું શું મહત્વ છે અને આવનારી પેઢી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી છે,
ત્યારે ભારતીય સંસ્કૃતિ અને આપણા સંસ્કારો જાળવી રાખે તે હેતુથી આ સમાજ પરિવર્તન સેમિનારનું નવરાત્રી પર્વ દરમિયાન ગરબામાં વચ્ચેના વિરામમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્યારે ચાલી રહેલી દેખા દેખી, બાળક ઉછેર, માતાપિતાની ફરજો વગેરે ટોપિક પર વક્તવ્ય આપ્યું હતું. આ સેમિનારની જહેમત સોસાયટીના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલએ ઉઠાવી હતી. જેઓએ કુલદીપભાઈ જેઠલોજાનો આભાર વ્યક્ત કર્યો હતો..



