

મોરબી શહેરની ઓમ વીવીઆઈએમ કોલેજમા પાયથન ટેકનોલોજી અંગે બી.સી.એના વિદ્યાર્થીઓને અમદાવાદની પ્રખ્યાત કંપની ટોપ્સ ટેકનોલોજીના પૂનિતભાઈ દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. તે ટેકનોલોજીના ઉપયોગો તેમજ લાભાલાભ વિશે માહીતી આપવામા આવી હતી.
ત્યારબાદ અમદાવાદની એક્યુટ ઈન્ફોર્મેશન પ્રા.લી. દ્વારા બી.સી.એ. સેમ-૫ના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ યોજાઈ હતી જેમા કોલેજના ૧૦ વિદ્યાર્થીઓને કંપની દ્વારા પસંદગી પામ્યા હતા. પ્લેસમેન્ટ માટે કંપનીના અલ્પેશ ભાઈ છાંટબાર અને રોબીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સંસ્થાના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, એચ.ઓ.ડી. હાર્દીકભાઈ ઉદાણી, અમિતભાઈ ભટ્ટ, પ્રહલાદભાઈ પરમાર, રાધીકાબેન, કીન્નરીબેન અને નિર્મિત કક્કડ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.