મોરબીમાં પરમાણુ ઉર્જાની જરૂરિયાત સમજાવવા અજંતા ઓપરેટ ગ્રુપમાં સેમીનાર

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પરમાણુ સહેલીએ કોલેજમાં પણ સેમીનાર થકી આપ્યું માર્ગદર્શન

        પરમાણુ સહેલીનું બિરૂદ પામેલ ડો. નીલમ ગોયલ પરમાણુ ઉર્જા અંગે જાગૃતિ ફેલાવવા માટે સેમિનારો યોજી રહ્યા છે જેમાં તાજેતરમાં મોરબીની ખાનગી કોલેજ તેમજ અગ્રણી કંપની ખાતે સેમીનાર યોજી પરમાણું ઉર્જા વિષે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

        મોરબીના અજંતા ઓરપેટ ગ્રુપ ખાતે ડો. નીલમ ગોયલનો સેમીનાર યોજાયો હતો જેમાં કંપનીના ૨૦૦૦ કર્મચારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ડો. નીલમ ગોયલે દેશમાં વીજળીની ઉપયોગીતા, વિભિન્ન સ્ત્રોત અને તેની ક્ષમતા અંગે જણાવ્યું હતું સાથે ગુજરાત અને ખાસ કરીને મોરબીમાં પરમાણુ વીજઘરની ઉપયોગીતા શું છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું પરમાણુ અંગે પ્રવર્તતી ખોટી માન્યતાઓ દુર કરી પરમાણુ ઇંધણના ક્ષેત્રમાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રશમ સ્થાને હોવાનું જણાવ્યું હતું અજંતા ઓપરેટ ગ્રુપના પ્રવીણભાઈ ભાલોડીયા તેમજ દરેક કર્મચારી અને અધિકારીઓએ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા અને અભિયાન માટે પરમાણુ સહેલીને શુભેચ્છા પાઠવી હતી

        તે ઉપરાંત મોરબીની પી જી પટેલ કોલેજ ખાતે પણ સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને પ્રિન્સીપાલ ડો રવીન્દ્ર ભટ્ટના સહયોગથી યોજાયેલા સેમીનારમાં વિદ્યાર્થીઓએ પરમાણુ ઉર્જા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું   

Comments
Loading...
WhatsApp chat