મોરબી જીલ્લાની સીનીયર ક્રિકેટ ટીમની પસંદગી પ્રક્રિયા

        મોરબીમાં એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા ક્રિકેટના પ્લેયર્સને તૈયાર કરી વિવિધ સ્પર્ધાઓ માટે ટીમની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં સીનીયર ટીમની પસંદગી પ્રક્રિયા આગામી તા. ૨૩ ના રોજ યોજાનાર છે.

        એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા તા. ૨૩ ને બુધવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમી, ન્યુ એરા સ્કૂલ, રવાપર ઘુનડા રોડ ખાતે સીનીયર ટીમની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે જેમાં ૨૬ વર્ષની નીચેની વયના ખેલાડીઓ જોડાઈ સકે છે. પસંદગી માટે આવતા ખેલાડીઓને વ્હાઈટ ટ્રેક અને ટી શર્ટમાં આવવાનું રહેશે અને ખેલાડીઓએ ૨ ફોટોગ્રાફ તેમજ જન્મના આધારપુરાવા સાથે સ્થળ પર ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું છે. ખેલાડીઓને પસંદગી પ્રક્રિયામાં ઉમટી પડવા સંસ્થાના પ્રેસિડેન્ટ કાન્તીભાઈ અમૃતિયા, વાઈસ પ્રેસિડેન્ટ કૌશિકભાઈ અમૃતિયા અને સેક્રેટરી નિશાંતભાઈ જાનીએ અનુરોધ કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat