સાર્થક વિદ્યામંદિરની કૃતિની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી
શાળાની સ્મોક ફ્રી કૃતિ રાજ્ય કક્ષા માટે પસંદગી પામી


તાજેતરમાં મોરબી જીલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સર્વોપરી સંકુલ ખાતે યોજાયું હતું જેમાં SVS કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮-૧૯ માં સાર્થક વિદ્યામંદિરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે
જીલ્લા કક્ષાના પ્રદર્શનમાં સાર્થક વિદ્યામંદિરની “સ્મોક ફ્રી ઇન્ડિયા” કૃતિ રાજ્યકક્ષા માટે પસંદગી પામી છે તે બદલ શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ કૃતિ રજુ કરનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે તેમજ આ સિદ્ધી બદલ શાળામાં એક અનોખો આનંદનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે