

મોરબી નગરપાલિકાના સભાખંડમાં તાજેતરમાં મોરબી નગરપાલિકા યુનિયનના હોદેદારોની નિમણુંક માટેની મિટિંગ યોજવામાં આવી હતી જે મિટિંગના પ્રારંભે સ્વ. નરેન્દ્રસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
મોરબી નગરપાલિકા યુનિયનનાઆ હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે દીપકસિંહ જાડેજા, ઉપપ્રમુખ અશોકભાઈ જોષી, ખજાનચી તરીકે જીતુભાઇ સંઘવી, મંત્રી તરીકે ઝુઝરભાઈ અમીન અને સહ મંત્રી રમેશભાઈ ખાનજીભાઈની વરણી કરવામાં આવી છે જે હોદેદારોને તમામ સભ્યોએ શુભકામનાઓ પાઠવી છે