


મોરબીમાં શ્રાવણ માસ દરમિયાન ઠેર ઠેર જુગારના હાટડાઓ ધમધમતા જોવા મળ્યા હતા જોકે શ્રાવણ માસ બાદ પણ જુગારીઓ અડ્ડો જમાવતા હોય છે જેમાં આજે એલસીબી ટીમે અમરેલી રોડ પરની વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચને ઝડપી લઈને ૧.૫૧ લાખની મત્તા જપ્ત કરી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી વ્યાસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવિરાજસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે અમરેલી રોડ પ્રજાપત નળિયાના કારખાના પાછળ વાડીની ઓરડીમાં જુગાર રમતા ચંદુભાઈ બચુભાઈ અગેચણીયા, મહેશભાઈ વેરશીભાઈ અગેચણીયા, વિજયભાઈ ધીરજલાલ સાંતલપરા, જાવીદભાઈ રફીકભાઈ ગાજીવાલા અને દાઉદભાઈ ઉમરભાઈ જામ એમ પાંચને ઝડપી લઈને રોકડ ૫૬,૦૦૦ તેમજ પાંચ મોબાઈલ કીમત ૨૦,૫૦૦ અને ત્રણ મોટરસાયકલ કીમત ૭૫૦૦૦ મળીને ૧,૫૧,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે