ટંકારામાં ગ્રામ પંચાયત ચુંટણી યોજવા તંત્ર સજ્જ, બીજા તબક્કાની તાલીમ પૂર્ણ કરાઈ 

21 સરપંચની જગ્યા માટે 46 મુરતિયા મેદાને : 113 વોર્ડ માટે 245 ઉમેદવારો

 

ટંકારા તાલુકામાં 10 ગામો સંપૂર્ણ સમરસ અને 10 ગામો અંશતઃ સમરસ થયા છે ત્યારે બાકી રહેતા 22 ગામો પૈકી ભૂતકોટડાને બાદ કરતાં 21 ગામોમાં સરપંચ પદ માટે 46 ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ છે ઉપરાંત 113 વોર્ડ માટે 245 સભ્યો સજ્જ થઇ મેદાનમાં છે. જેના માટે આગામી 19 ડિસેમ્બર અને રવિવારે મતદાન યોજવામાં આવનાર છે જેના માટે ચુંટણી તંત્ર દ્વારા બિજા તબક્કાની તાલિમ પણ ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને આપી દીધી છે

 

આગામી તા.19 ને રવિવારના રોજ યોજાનાર ગ્રામ પંચાયતી ચૂંટણી માટે ટંકારાનું ચુંટણી તંત્ર સજ્જ બન્યું છે. મામલતદાર કચેરી પાછળ આવેલ ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે ડિસ્પેચિંગ રીસિવ અને મતગણતરી કરવા માટે નક્કી કરાયું છે  જેમા રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર માટે 100 તેમજ મતગણના માટે 90 જેટલા કર્મચારીઓને આજે મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરૂકુલ હોલ ખાતે બિજા તબક્કાની તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે.

 

ટંકારા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા માટે 300 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જેની પ્રકિયા ભારે જહેમત ઉઠાવી કર્મચારી અને અધિકારીઓ દ્વારા પુર્ણ કરી દેવામાં આવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat