


જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ મોરબી આયોજિત વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૭-૧૮ નું આયોજન રવાપર ઘુનડા રોડ પરની નવજીવન વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ૬૫ શાળાના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાનની સુંદર કૃતિઓ રજુ કરી હતી. વિજ્ઞાન મેળાનું જીલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે નવજીવન સ્કૂલના કેમ્પસ ડીરેક્ટર ડી.બી.પાડલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષય પર કૃતિઓ રજુ કરી સામાજિક જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિજ્ઞાન મેળાનો ૭૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાભ લીધો હતો.