મોરબી જીલ્લામાં ક્યાં કરાશે શાળા પ્રવેશોત્સવનો વિરોધ

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાએ પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં રજુઆત કરી છે કે મોરબી જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તા.૮ થી તથા શેહરી વિસ્તારમાં તા.૨૨થી શાળા પ્રવેશોત્સવનું આયોજન અને કન્યા કેળવણી મહોત્સવનું ચાલી થનાર છે.ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરે છે.પરંતુ ટંકારા તાલુકાના છતર ગામે પ્રા.શાળામાં ફરજ બજાવતા ચેતનાબેન વાછાણી વિરુદ્ધ ગ્રામાંલોકોનો આક્ષેપ છે કે છેલ્લા ૬-૭ વર્ષથી અનેક રજૂઆત કરવા છતા તંત્ર આંખ આડા હાથ દઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે.વધુમાં જણાવ્યું હતું કે ગ્રામજનોએ ૨ માસ આગાઉ શાળાને તાળાબંધી કરેલ ત્યારે તંત્ર દ્વારા ગ્રામજનોને ખોટું આશ્વાસન આપવામાં આવ્યું હતું.મોરબી જીલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ રાજકોટિયાએ ચીમકી આપી છે કે આ પ્રશ્નો નિકાલ નહિ આવે તો ટંકારા તાલુકામાં આવતા તમામ ગામમાં લોકો સાથે મળીને બાળકોને શાળાએ જવા નહિ દઈએ અને શાળા પ્રવેશોત્સવની વિરોધ કરીશું છતા પ્રવેશોત્સવ કરવામાં આવશે તો શાળાને તાળાબંધી કરવામાંની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Comments
Loading...
WhatsApp chat