ટંકારા તાલુકાના લજાઈ ગામે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો

 

 

          ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળા અને કુમાર શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો જેમાં ટીડીઓ હર્ષવર્ધનસિહ જાડેજા, નાથુભાઈ કડીવાર, અશોકભાઈ ચાવડા, ગૌતમભાઈ વામજા રૂપસિંહ, ઝાલા સંજયભાઈ મસોત સહિતના લજાઈ ગામના આગેવાનો હાજર રહ્યા હતા

.          આ તકે ધોરણ- 1 માં પ્રવેશ મેળવતા બાળકો સ્કુલબેગ, ધોરણ 3 થી 8 ના 1 થી 3 નંબરે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઇનામ, બાળકોને નાસ્તો તમામ ખર્ચ લજાઈ ગામના વતની ટંકારા ગ્રાહક સુરક્ષામાં પ્રમુખ ગૌતમભાઈ વામજા અને સંજયભાઈ મસોત દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે શાળા વતી સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય નીતિનભાઈ માંડવીયા તેમજ શાળાના શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat