જીજ્ઞાશાબેન મેરની ઉપસ્થિતિમાં વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય  જિજ્ઞાસાબેન મેરે રાતડીયા, મેસરીયા, ભલગામ અને ઠીકરીયાળા ગામે હાજરી આપી હતી અને સ્વખર્ચે આ ગામોની પ્રાથમિક શાળાના
વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પેડ તથા પેન્સિલ રબ્બર સેટ વગેરે ભેટ સ્વરૂપે આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

 

આ તકે વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર  પી. પી. નરોડિયા, જિલ્લા રોજગાર અધિકારી બી. ડી. જોબનપુત્રા, મહિકા સી.આર.સી. મેહુલભાઈ, મેસરીયા સી.આર.સી. દિવ્યેશભાઈ, ગામના સરપંચઓ, ગામના આગેવાનઓ અને ગામ લોકોએ હાજરી આપી હતી. સાથે સાથે આ ગામોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat