મોરબીના ત્રણ ગામોમાં ડીડીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો 

 


મોરબી જિલ્લાના ભક્તિનગરરોટરી ગ્રામ(અ.)અમરનગર તેમજ ભરતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ભક્તિનગરરોટરીનગર(અ.) અમરનગર તેમજ ભરતનગરની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના પ્રાંગણમાં ભૂલકાઓએ પા પા પગલી માંડી હતી. બાળકોની કાલીઘેલી ભાષાથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ ઉપરાંત એસ.એમ.સીની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવે શાળાના શિક્ષકોને તેમજ વાલીઓને બાળકોને મુક્ત વાતાવરણ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવા સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે, અનુભવ શ્રેષ્ઠ છે બાળકોને જે આપણે નહીં શીખવી શકીએ તે અનુભવ શીખવશે. વધુમાં ભાર વિનાનું ભણતર સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા પણ શિક્ષકોને અપીલ કરી હતી.

આ તકે નવા આવેલા ભૂલકાઓને પાટી-પેન, પુસ્તક, રંગો, બેગ, વોટરબેગ વગેરે આપીને મહાનુભાવોએ વધાવી લીધા જેથી બાળકો હર્ષોલ્લાસથી ઝૂમી ઊઠ્યા હતા. ઉપરાંત આગલા વર્ષે શાળામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલા તેજસ્વી તારલાઓને પણ ઈનામ આપી સન્માનવામાં આવ્યા હતા. શાળાઓમાં આ કાર્યક્રમનું સંચાલન પણ શાળાના બાળકોએ તેમની કાલીઘેલી ભાષામાં કરી સૌને આનંદીત કર્યા હતા.

 

આ તકે મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટકજિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાસી.આર.સીસંદીપભાઈ આદ્રોજાસરપંચ મહેન્દ્રભાઈ આદ્રોજા, રવિભાઈ છત્રોલાપ્રભાબેન પટેલ અને તમામ પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ કલોલા, મણીલાલ સરડવા, પ્રફુલભાઈ લોરીયારજનીશભાઈ દલસાણીયા તેમજ શાળાના શિક્ષકો, આંગણવાડી વર્કર, વાલીઓ તેમજ શાળાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat