Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની વીસીહાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને સ્કૂલ ડ્રેસ વિતરણ કરાયું

ધક્કાવાળી મેલડી મંદિર ટ્રસ્ટ મોરબી દ્વારા આજે મોરબીની વીસી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૧૩૫ વિદ્યાર્થીનીઓને સ્કૂલ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર ટ્રસ્ટ દ્વારા કરાતી સામાજિક પ્રવૃતિઓ અન્વયે આજે વિદ્યાર્થીનીઓને સ્કૂલ ડ્રેસ વિતરણ કરવામાં આવેલ જે પ્રસંગે ધક્કાવાળી મેલડી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શેખ, શૈલેશભાઈ જાની, ભાવેશભાઈ મહેતા, નિરંજનભાઈ, રઘુવીરસિંહ ઝાલા સહિતના સભ્યોતેમજ વીસી હાઈસ્કૂલના આચાર્ય ભરત વિડજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ પરિવારની વિદ્યાર્થીનીઓને સ્કૂલ ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat