Billboard ad 1150*250

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની રણજી ટ્રોફી ટીમ માટે આસીસ્ટન્ટ કોચ તરીકે નિશાંત જાનીની નિમણુક

0 362

મોરબીના કોચ નિશાંત જાનીની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની રણજી ટીમની વર્ષ ૨૦૨૧-૨૨ સીઝન માટે આસીસ્ટન્ટ કોચ તરીકે નિમણુક કરવામાં આવી છે

અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો ટીમે વર્ષ ૨૦૧૯-૨૦ માં ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો ત્યારે પણ નિશાંત જાની આસી. કોચ તરીકે ટીમમાં કાર્યરત હતા નિશાંત જાની પોતાના ગુરુ અને મેન્ટર ઉમેશ પટવાલને પોતાની સફળતાનો સઘળો શ્રેય અર્પણ કરે છે નિશાંત જાનીએ મોરબી ડીસ્ટ્રીકટ એસોના પ્રમુખ કાન્તીભાઈ અમૃતિયાનો પણ આ તકે આભાર વ્યક્ત કર્યો છે

મોરબીના ખેલાડીઓ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે તે માટે કાન્તીભાઈ અમૃતિયાએ તમામ સહયોગ આપ્યો છે તો મોરબીના ખેલાડીઓને ઇન્ટરનેશનલ લેવલ પર તૈયાર કરવા માટે કાયમી ધોરણે ઇન્ટરનેશનલ લેવલનું ગ્રાઉન્ડ બનાવવું પડશે જે દિશામાં આગળ વધવા પણ કોચ નિશાંત જાનીએ અપીલ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat