મોરબી, હળવદ, વાંકાનેર તાલુકાના પડતર પ્રશ્નો સાંભળતા પ્રભારીમંત્રી સૌરભભાઇ પટેલ

સૌરભભાઇ પટેલે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે એક બેઠક યોજી

 

મોરબી જિલ્લાના પ્રભારી અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને હળવદ માર્કેટીંગ યાર્ડ, વાંકાનેર  મામલતદા કચેરી સભાખંડ તેમજ મોરબી જિલ્લા સેવાસદન, કલેકટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ અને પદાઅધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં નગરપાલિકા વિસ્તાર અને ગ્રામિણ વિસ્તારના પાણી, ગટર, રસ્તા અંગેના પ્રશ્નો  તેમજ વીજ પુરવઠો, પાણી નિકાલ, ટ્રાફિક સમસ્યા, રેલલાઇન ઉપરના ઓવરબ્રીજ, ફોરવે, સિંચાઇ,વગેરેના પ્રશ્નોની રજુઆત પદાધિકારીઓ અને અરજદારો દ્વારા કરવામાં આવેલ હતી.

મંત્રીએ રજુઆત થયેલ પ્રશ્નોના તાકિદે નિરાકરણ કરવા માટે ઉપસ્થિત કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દરેક વિભાગના અધિકારીને રજુ કરવામાં આવેલ પ્રશ્નોના ઝડપી નિકાલ કરવા જણાવ્યું હતું. જયારે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર નિતી વિષયક પ્રશ્નોની સરકારમાં દરખાસ્ત કરી સત્વરે નિકાલ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

 

આ બેઠકમાં જિલ્લા ભા.જ.પ.પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પૂર્વ રાજયમંત્રી જયંતિભાઇ કવાડીયા,પૂર્વ ધારાસભ્ય કાંન્તિભાઇ અમૃતીયા,અગ્રણી બિપીનભાઇ દવે,ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉપાધ્યક્ષ પ્રદિપભાઇ વાળા, જિતુભાઇ સોમાણી-વાંકાનેર,જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા,અધિક નિવાસી કલેકટર કેતન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે.ગોહિલ, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર,પ્રાંત અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, નાયબ કલેકટર દમયંતિબેન બારોટ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓ અને અરજદારો હાજર રહયાં હતાં.

 

Comments
Loading...
WhatsApp chat